મંગળવારે ટ્રેક્ટર રેલી દરમ્યાન દિલ્હીમાં થયેલી હિંસા માટે પંજાબી અભિનેતા દીપ સિદ્ધુને હરિયાણાનાં ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનનાં પ્રદેશ પ્રમુખ ગુરનામસિંહ ચઢુનીએ દોષી ઠેરવ્યા છે. તેમણે વીડિયો બહાર પાડ્યો છે અને કહ્યું છે કે, ગઈકાલે જે કાંઈ બન્યું છે, દીપ સિદ્ધુએ કર્યુ છે. લાલ કિલાની મુલાકાત લેવાનો અમારો કોઈ કાર્યક્રમ નહોતો. તે ત્યાં બળવાખોર બનીને ગયો અને લોકો પણ તેની વાતોમાં આવી ગયા, તે લોકો પણ સમજી શક્યા નહીં કે તે શું કરવા માગે છે. અમારા આંદોલનને તેનાથી કંઈ લેવા-દેવા નથી.
આ મુદ્દે સ્વરાજ પાર્ટીનાં નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, દીપ સિદ્ધુ ચૂંટણીમાં સન્ની દેઓલનાં એજન્ટ રહ્યા છે, લાગે છે કે, જે કંઈ બન્યું તેની પાછળ કોઈ ઉંડુ કાવતરું છે, જ્યારે કોંગ્રેસનાં લોકસભાનાં સાંસદ રવનીતસિંહ બિટ્ટુએ એમ પણ કહ્યું છે કે, આ અગાઉ ફરિયાદો પણ થઈ છે સિદ્ધુ વિરુદ્ધ પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ તેમની રક્ષા કરી રહ્યું છે. આ પ્રકારનાં સમાચાર બહાર આવ્યા બાદ ગુરદાસપુરના ભાજપના સાંસદ અને પ્રખ્યાત અભિનેતા સન્ની દેઓલે આ વિશે ટ્વીટ કર્યું છે.
आज लाल क़िले पर जो हुआ उसे देख कर मन बहुत दुखी हुआ है, मैं पहले भी, 6 December को ,Twitter के माध्यम से यह साफ कर चुका हूँ कि मेरा या मेरे परिवार का दीप सिद्धू के साथ कोई संबंध नही है।
जय हिन्द— Sunny Deol (@iamsunnydeol) January 26, 2021
તેમણે ટ્વિટ કર્યું હતું કે આજે લાલ કિલ્લા પર જે બન્યું તે જોઈને મારું હૃદય ખૂબ જ દુઃખી છે, 6 ડિસેમ્બરે મેં પહેલેથી જ ટ્વિટર પર સ્પષ્ટ કરી દીધું હતુ કે દીપ સિદ્ધૂ સાથે મારો અથવા મારા પરિવારનો કોઈ સંબંધ નથી. જય હિન્દ.
સન્ની દેઓલે એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘અભિનેતા દીપ સિદ્ધુ, જે ચૂંટણી સમયે મારી સાથે હતો, હવે તે મારી સાથે નથી, મારો તેની સાથે કોઈ સંપર્ક નથી, તેથી તે જે પણ કહે છે કે કરે છે, તે તેના મનથી કરી રહ્યો છે. મારે તેમની કોઇ ગતિવિધિઓથી સાથે લેવાદેવા નથી. આપને જણાવી દઈએ કે, ગુરનામસિંહ ચઢુનીનો વીડિયો સામે આવ્યા બાદ ફેસબુક લાઇવ કરતા દાવો કર્યો અમે ફક્ત લાલ કિલ્લા પર નિશાન સાહિબને ફરકાવ્યો છે અને વિરોધ કરવાનો અમારો લોકશાહી અધિકાર છે.