માંડવી: થોડા દિવસો પહેલાં માંડવી તાલુકામાં આવેલ સુગરમાં ગેરવહીવટ આચરી જૂન્નર સુગર ને વેંચી દેવાતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા ભેગા મળી માંડવી સુગર ખેડૂત અધિકાર સંયુક્ત સમિતિનું ગઠન કરી આંદોલનના પગલાં માંડી દીધા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ માંડવી તાલુકામાં માંડવી સુગર ફેકટરીને ખાનગીકરણ વિરુદ્ધ અને ખેડૂતો મજૂરો ટ્રાન્સપોર્ટરો, કર્મચારીઓ મહેનતના નાણાં લેવા માટે માંડવી શિક્ષક ભવન હોલ ખાતે એક બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુગરને બચાવવા માટે માંડવી સુગર ખેડૂત અધિકાર સંયુક્ત સમિતિનું ગઠન કરવામાં આવ્યું.. જેમાં મોટી સંખ્યામાં સુરત, નર્મદા, તાપી, ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતો મજૂરો ટ્રાન્સપોર્ટરો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સામાજિક સંગઠનો અને સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે સુગરને ખાનગીકરણ સામે મજબૂત લડત આપવામાં આવશે તેમજ ખેડૂતો અને ટ્રાન્સપોટરોના મહેનત ના હકના નાણાં આપવામાં આવશે. આ તમામ વિસ્તારમાં ખેડૂતોને વધુ પ્રમાણમાં જોડવા ઝોન સમિતિ ની રચના થશે અને જરૂર પડીયે ગાંધીનગર સુધી આંદોલનને લઈ જવામાં આવશે તથા મજબૂતીથી ન્યાયિક લડત આપવામાં આવશે. નીરવ મોદી, વિજય માલ્યા ની લોન માફ થતી હોય ત્યારે હજારો ખેડૂતો ની જીવાદોરી સમાન માંડવી સુગરની લોન કેમ માફ કરવામાં ન આવી. આ સમિતિ દ્વારા ખેડૂતો ને ન્યાય ન મળે તો મોટી સંખ્યામાં જનઆંદોલન ની ચીમકી અપાઈ છે.