વાંસદા: 9 મી ઓગસ્ટ 1928ના દિવસે બારડોલી સત્યાગ્રહની અહિંસક માર્ગે લડાયેલી લડત વિજય બની અને અંગ્રેજ સલતનત કે જેનો સૂર્ય ક્યારેય આથમતો નહોતો એવી સત્તાને ઝુકવું પડ્યું હતું. આજના જ દિવસે બારડોલી પ્રદેશના અકોટી ગામના ભીખીબેને બારડોલીના ચાલી રહેલા ‘ના કર ‘ સત્યાગ્રહ દરમિયાન ભરી સભામાં એક ખેડૂત પરિવારની મહિલાએ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’ કહીને વિશ્વના સરદાર બનાવી દીધા હતા.

આ બારડોલી સત્યાગ્રહનો વિજય એટલો ઐતિહાસિક હતો કે દુનિયાના સમાચારપત્રોએ એની નોંધ લીધી હતી  બ્રિટિશ પાર્લામેન્ટમાં આ સત્યાગ્રહના વિજયની ચર્ચાઓ થયેલી સમગ્ર દેશમાં ‘બારડોલાઇઝ ઇન્ડિયા’- સમગ્ર દેશનું બારડોલીકરણ કરો અને દેશને અંગ્રેજી હકુમતમાંથી મુક્ત કરો. બારડોલીની ભૂમિને અહિંસાની પ્રયોગભૂમિ તરીકે ગણી એની આઝાદીના ઇતિહાસમાં અમર નોંધ છે.

દિવ્યભાસ્કરમાં છપાયેલા અહેવાલ મુજબ સત્યાગ્રહના વિજ્યોત્સવ પ્રસંગે બારડોલી સ્વરાજ આશ્રમમાં સરદાર પટેલે કહ્યું હતુ કે, વિજય પ્રાપ્ત થયા પછી ખરું કાર્ય શરું થાય છે. ત્યારે બારડોલીના યોગદાન, એનો ભવ્ય સ્વતંત્ર સંગ્રામનો ઇતિહાસ ઉગતી પેઢી સુધી પહોંચે અને સૌને દેશ માટે સેવા અને સમર્પણભાવે કાર્યરત કરવા પ્રેરે એ માટે આજના સવિશેષ સરદાર સાહેબ એમના સાથીઓ, બારડોલી પ્રદેશના તે સમયના સ્વાતંત્રવીરો અને વિરાંગનાઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ.